એક હતા ભટજી. કાશીએથી નવાસવા ભણી-ગણીને આવેલા.
ચાર વેદ અને છ શાસ્ત્ર ભણેલા ભટજી એક દિવસ એક નાના ગામડામાં કથા વાંચવા ગયા.
ગામના માણસો તદ્દન કોરા-ધાકોર. કોઈ ગતાગમ નહિ. ખેડ કામ સિવાય કોઈ બાબતની જાણકારી....
એક ઉંદરડીના નાના બચ્ચાંને સાત પૂંછડી હતી.
ઉંદરડી તેનું બહુ જતન કરતી હતી. એ સાત પૂંછડી વાળો ઉંદર થોડો મોટો થયો એટલે તેની માએ એને નિશાળે ભણવા મોકલ્યો.
નિશાળમાં છોકરાઓને ઉંદરની સાત પૂંછડીઓ જોઈને....
એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. તેમાંના ત્રણ ખૂબ ભણીને વિદ્વાન થયા હતા. આમ તો તેઓ જ્ઞાનનો ભંડાર હતા પણ તેમનામાં સામાન્ય સમજદારીનો તદ્દન અભાવ હતો. ચોથો મિત્ર કંઈ ખાસ ભણ્યો ન હતો પણ તેનામાં સામાન્ય....
એક પંડિતજી હતા. તે ભારે દયાળુ હતા. એક દિવસ તે બહારગામ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં જંગલ આવ્યું. જંગલમાં એમણે પાંજરામાં પુરાયેલો સિંહ જોયો.
સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી, ‘હે પંડિતજી! તમે તો દયાળુ....
એક હતું શિયાળ. ભારે લુચ્ચું, લબાડ અને શેખીખોર. કંઈ ન આવડે તો ય દેખાવ તો એવો કરે કે જાણે તેના જેટલું હોશિયાર કોઈ નથી. જંગલના અન્ય પ્રાણીઓ તો ઠીક પણ પોતા જાતભાઈ એવા બીજા શિયાળ સાથે પણ રોજ ઝગડે. પોતાનું....
એક દેડકી હતી. તે એક દેડકાને પરણી.
એક વાર દેડકીબાઈ હાથમાં છાશની દોણી લઈ બજારે છાશ લેવા ચાલ્યાં. ત્યાં રસ્તામાં હાથી મળ્યો.
નવી પરણેલી દેડકીએ પોતાના રૂપનું અભિમાન કરી હાથીને કહ્યું :
'છપરા પગના....
એક જંગલમાં શિયાળ રહેતું હતું. શિયાળ શરીરે નાનું. નાના નાના શિકાર કરે, તેનાથી એનું પેટ ન ભરાતું. વળી જંગલી મોટાં પ્રાણીઓનો પણ ડર રાખવો પડતો.
એક વાર એ ગામમાં ઘૂસ્યું. એને થયું, અહીંથી કંઈક ખાવાનું....
ઘોર જંગલમાં ઘણાં હિંસક પ્રાણીઓ રહેતાં હતાં. એમાં એક વાર એક દીપડો શિકાર માટે જઈ રહ્યો હતો.
રખડી રખડીને થાક્યો, પણ એકે શિકાર ન મળ્યો. ત્યાં અચાનક એની નજર એક મરેલાં હરણ પર પડી. એ જોઈને એના મોંમાં પાણી....
ઝરમર વરસાદ હમણાંજ થયો હતો. બગીચાના વૃક્ષોનાં પાંદડાં પરનાં વરસાદના ટીપા મોતીની જેમ અટકી રહ્યાં હતાં. ઠંડી હવાની લહેર, ચા નો પ્યાલો, નજર નવલકથા પર તો ક્યારેક રસ્તા પર આવતા-જતાં એકલ દોકલ લોકો પર....
એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને હતી સાત છોડીઓ.
બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય.
એક દિવસ બ્રાહ્મણને વડાં ખાવાનું મન થયું. એણે બ્રાહ્મણીને....